-->

Join Group

Ad Unit (Iklan) BIG

ચંદ્ર પર જમીન: ચંદ્ર પર જમીન ખરીદી શકાય ? શું ભાવ હોય ચંદ્ર પર જમીન ના ? ચંદ્ર પર જમીન ખરીદવી લીગલી છે ?

ચંદ્ર પર 1 એકર જમીનનો કેટલો ભાવ? તમે કેવી રીતે ખરીદી શકો? જાણો લો સંપૂર્ણ માહિતી
હંમેશા તે સાંભળવા મળે છે કે, કોઈક વ્યક્તિએ ચંદ્ર પર જમીન ખરીદી છે. ચંદ્ર પર જમીન ખરીદવાના લોકોની યાદીમાં ક્યારેક સુપરસ્ટાર અભિનેતા શાહરૂખ ખાન, તો ક્યારેક સુશાંન સિંહ રાજુપૂતનું નામ સાંભળવા મળે છે.




નવી દિલ્હીઃ ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટ બુધવારની સાંજે ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ પછી હવે રોવલ મોડ્યુલ ચંદ્ર વિશે જાણકારી મેળવશે. ચંદ્ર પર ભારતનો તિંરંગો લહેરાવ્યા પછી હવે ત્યાં જમીન ખરીદવા માટે ફરીથી તેજી વધવાની છે. આમ તો ઘણા ફિલ્મી અભિનેતાઓએ ચાંદ પર પહેંલાથી જ તેમનો પ્લોટ બુક કરી રાખ્યો છે. તો શું હવે તમે પણ તમારી જમીન લેવાની યોજના બનાવી રહ્યા હોવ, જો હાં તો અમે તેના વિશે વિગતમાં જણાવી રહ્યા છીએ.

ચંદ્ર પર જમીન

રાજકોટમાં એક યુવકે તેની પત્નીને ગિફ્ટ કરી હતી જમીન.
તાજેતરમાં જ રાજકોટના એક યુવકે તેની પત્નીને બર્થ ડે પર ચંદ્ર પર જમીન ગિફ્ટ કરી હોવાનુ સામે આવ્યુ હતુ. અને એ પહેલા સુરતમાં એક મામાએ પણ તેની એની ભાણીને ચંદ્ર પર 1 એકર જમીન ખરીદીને ગિફ્ટ કરી હતી, આ બધુ જોઈને આપણને મનમાં એવા ઘણા સવાલો થતા હશે કે, આ ચંદ્ર પર જમીન ખરેખર કોણ વેચતું હશે? શું આપણે ચંદ્ર પર જમીન ખરીદી શકીએ? શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદવી લીગલ છે? અને ચંદ્ર પર જમીનનો ભાવ શું હશે? ત્યારે આજે આપણે આ પોસ્ટમા આપણે ચંદ્ર પર જમીન ખરીદવા બાબતની માહિતી મેળવીશુ.

આ અંગે કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું હતુ છે કે પૃથ્વી સિવાયના કોઈપણ ગ્રહ પર કોઇની પણ માલિકી હોઈ શકે નહીં. તો જો તમે કોઈ વેબસાઇટ કે સંસ્થા પાસેથી જમીન ખરીદો છો તો એ માત્ર અને માત્ર ગિફ્ટ આપવા માટે અને કોઈને કહેવા માટે કદાચ સારું લાગશે પણ ચંદ્ર પર જમીન ખરીદીના બદલામાં તમને આપવામાં આવતા કાગળિયા એક પસ્તીથી વધારે બીજું કઈ નથી.

હંમેશા તે સાંભળવા મળે છે કે, કોઈક વ્યક્તિએ ચંદ્ર પર જમીન ખરીદી છે. ચંદ્ર પર જમીન ખરીદવાના લોકોની યાદીમાં ક્યારેક સુપરસ્ટાર અભિનેતા શાહરૂખ ખાન, તો ક્યારેક સુશાંન સિંહ રાજુપૂતનું નામ સાંભળવા મળે છે. સુશાંત સિંહ રાજપૂતે વર્ષ 2018માં ચંદ્ર પર જમીન ખરીદી હતી. જ્યારે બોલીવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનને પણ તેમના એક ચાહકે ચંદ્ર પર જમીન ભેટમાં આપી હતી.


ચંદ્ર પર કેવી રીતે જમીન ખરીદવી?- રિપોર્ટ પ્રમાણે, luna Society International અને International Lunar Lands Registry એવી કંપની છે, જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરે છે. આ કંપનીઓ દ્વારા 2002માં જ હૈદરાબાદ રાજીવ બાગડી અને 2006 બેગલુરૂના લલિત મોહતાએ પણ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો. આ લોકોનું માનવું છે કે, ચંદ્ર પર આજ નહીં તો કાલે વસવાટ નક્કી જ છે. સુશાંતે ઈન્ટરનેશનલ લૂનર લેન્ડ્સ રજિસ્ટ્રી દ્વારા ચાંદ પર જમીન ખરીદી હતી. તેમની આ જમીન ચંદ્રના ‘સી ઓફ મસકોવી’માં છે.

કેટલી છે કિંમત- લૂનર રજિસ્ટ્રી ડોટ કોમના અનુસાર, ચંદ્ર પર એક એકર જમીનની કિંમત 37.50 અમેરિકી ડોલર એટલે કે 3112.52 રૂપિયા છે. ઓછી કિંમત હોવાના કારણે લોકો ઉત્સાહિત થઈને રજિસ્ટ્રી કરાવવાનું ભૂલી જાય છે. જ્યારે જમીનની કિંમત નક્કી છે, તો સવાલ તે ઊભો થાય છે કે, આખરે ચંદ્રનો માલિક કોણ છે? Outer Space Treaty 1967ના પ્રમાણે, અંતરિક્ષના કોઈ પણ ગ્રહ કે પછી ચંદ્ર પર કોઈ પણ એક દેશના વ્યક્તિનો અધિકાર નથી. ચંદ્ર પર બેશક કોઈ પણ દેશનો ઝંડો લાગ્યો હોય, પરંતુ તેનો માલિક કોઈ નથી.

ડેનિશ હોપ પોતાને ગણાવે છે ચંદ્રના માલિક

ઈન્ટરનેટ પર સર્ચ કરતા તમને ઘણી બધી એવી વેબસાઈટો મળી જશે કે જે દાવો કરી રહી છે કે તે ચંદ્ર પર જમીન વેચે છે અને આ જમીનના 1 એકરનો ભાવ 2800 રૂપિયા જેટલો જ છે અને વધુમાં વધુ ભાવ 50,000 રૂપિયા સુધીનો છે. આવી વેબસાઈટો પર જ્યારે તમે જમીન ખરીદી કરો છો અને એના બદલામાં તમને વેબસાઇટ તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવતુ હોય છે. આવા જ એક ભાઈ છે જે ચંદ્ર પર જમીન વેચી રહ્યા છે જેનું નામ ડેનિશ હોપ (Dennis Hope) છે અને તે પોતાની જાતને ચંદ્રના માલિક ગણાવી રહ્યા છે અને માત્ર ચંદ્ર જ નહીં એ તો બ્રહ્માંડના બીજા 8 ગ્રહોનો માલિક હોવાનો દાવો કરી રહ્યો છે.

ડેનિશ હોપએ ચંદ્ર પર જમીન વેચવાનું શરૂ કરી દીધું છે.

સયુંકત રાષ્ટ્ર દ્વારા આ જે સંધિ થઈ તેમાં તમામ દેશની સરકાર અંગે સ્પષ્ટ લખેલું છે પણ એવું કયાંય નહીં લખેલ જોવ અમળતુ નથી કે કે કોઈ વ્યક્તિ બીજા ગ્રહ પર માલિક ન બની શકે અને આ જ લૂપહૉલનો ફાયદો ડેનિશ હોપે ભરપૂર ઉઠાવી રહ્યો છે અને માત્ર ચંદ્ર પર જ નહીં 8 ગ્રહ પર માલિકીનો દાવો કરતાં દસ્તાવેજ પણ અત્યાર સુધીમા બનાવી દિધા છે અને અમેરિકાની સ્થાનિક કચેરીમાં તેને આ દસ્તાવેજ રજૂ કરી દીધા હતા અને માત્ર એટલું જ નહીં તેને સયુંક્ત રાષ્ટ્રમાં પણ અરજી મોકલેલ છે. જોકે, સયુંક્ત રાષ્ટ્રએ એને ક્યારેય કોઈ જવાબ ન આપેલ નથી. પણ ડેનિશ હોપ સ્માર્ટ હતો, તેણે સયુંક્ત રાષ્ટ્રના કોઈ ન આપેલા જવાબ એટલે કે ઇગ્નોરન્સને જ પોતાના દાવાની સ્વીકૃતિ સમજી લીધી અને પછી શું તેને ચંદ્ર પર જમીન વેચવાનું શરૂ કરી દીધું.

ચંદ્ર પર જમીનનું વેચાણ કાયદેસર કે ગેરકાયદેસર?- આ વિશે ઈન્ટરનેશનલ સંગઠનોનું માનવું છે કે, ચંદ્રની જમીન પર કાયદેસર રીતે કોઈનો માલિકી હક ન ગણી શકાય. કારણ કે, પૃથ્વીથી બહારની દુનિયા સંપૂર્ણ માનવ જાતિની ધરોહર છે. તેના પર કોઈ એક દેશનો કબ્જો ન હોઈ શકે. 1967ની આઉટર સ્પેસ ટ્રીટીના પ્રમાણે, સ્પેસમાં કોઈ પણ ગ્રહ કે તેમના ઉપગ્રહો પર કોઈ એક દેશ કે વ્યક્તિનો અધિકાર નથી. ભારત સહિત 110 દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીઓ કોઈપણ અધિકાર વિના ચંદ્ર પર જમીનની રજિસ્ટ્રી કરવાનો દાવો કરે છે. તે એક રીતે કૌભાંડ છે.

Related Posts

Subscribe Our Newsletter