-->

Join Group

Ad Unit (Iklan) BIG

આઈ ખેડૂત પોર્ટલ : ખેડૂતો 7 ઓગષ્ટથી વિવિધ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકશે

આઈ ખેડૂત પોર્ટલ : ખેડૂતો 7 ઓગષ્ટથી વિવિધ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકશે

આઈ ખેડૂત પોર્ટલ : ખેડૂતો 7 ઓગષ્ટથી વિવિધ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકશે.

આઈ ખેડૂત પોર્ટલ : i-ખેડૂત પોર્ટલ પર ખેડૂતો ખેતી કામ માટે ઉપયોગી સાધનો માટે 7 ઓગષ્ટથી વિવિધ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકશે.

આઈ ખેડૂત પોર્ટલ

7 ઓગષ્ટથી વિવિધ સહાય યોજના જેવી કે તાડપત્રી સહાય યોજના, પંપસેટ સહાય યોજના, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્યવૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા વિવિધ ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકે છે.



IKhedut પોર્ટલ ની વાત કરીએ તો રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.

i-ખેડૂત પોર્ટલ

ખેડૂતોને મદદરૂપ થવા રાજ્ય સરકાર અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપે છે. અને આ સહાય મેળવવા રાજ્યના ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ખેડૂતોને ખેતીવાડી ખાતાના તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્યવૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકો માટે અરજીઓ મેળવવા આઇ ખેડુત પોર્ટલ તારીખ 07 ઓગષ્ટ, 2023ને સોમવારના રોજ સવારે 10:30 કલાકથી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે.

ચાલુ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં લક્ષ્યાંકની 110 ટકા મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ આ ઘટકોમાં લાભ મેળવવા ઓનલાઇન અરજી કરીને અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કઈ રીતે કરવી?

ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

  • સૌ પેહલા Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • આઈ i-ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ તમને વિવિધ ઘટકો દેખાશે, તેમાં તમારે જે ઘટકમાં અરજી કરવાની હોય તે સિલેક્ટ કરો
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

આઈ ખેડૂત પોર્ટલ અહીંથી ચેક કરો

Eligibility of Tadpatri Sahay Yojana


Government of Gujarat ના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
Ikhedut Tadpatri Yojana ત્રણ વાર લાભ મળશે.
Tadpatri Yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખેડૂતોઓએ ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તાડપત્રી સહાય યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal 2023 પરથી Online Arji કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી VEC પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.અરજદારે સૌપ્રથમ ‘Google Search Bar” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • જે રીઝલ્ટમાંથી અધિકૃત @ ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.
  • Khedut website ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજના” Open કર્યા બાદ જ્યાં 49 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-11 પર “Tadpatri Sahay Yojana” માં પર ક્લિક કરવાની રહેશે
  • જેમાં તાડપત્રી યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થી ખેડૂતેએ I khedut portal પર Registration કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ

ગુજરાત સરકારની આ સબસિડી યોજના હેઠળ છે. આ યોજના હેઠળ ikhedut portal subsidy નક્કી કરેલી છે. આ સબસીડી યોજના 2023 મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે. જેમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.
અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-14) આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. જેYમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-14)આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. જેYમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-3)આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. આ યોજના હેઠળ તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-4)આ સ્કીમ અનુસુચિત જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

સામાન્ય ખેડૂતો માટે(AGR-2)આ સ્કીમ સામાન્ય જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ
 કિંમતના કુલ 50 % અથવા રૂા.1250/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

NFSM (Oilseeds and Oil
Palm)
આ સ્કીમમાં તાડપત્રીની ખરીદ કિંમતના 50 % અથવા રૂ. 1250/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂત્ના અલગ-અલગ ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ સુધી સહાય મળશે.
Note : www.shixakpower.tk website will present notification of all types of Government and private jobs for you. To get Any new Jobs Notifications. You will have to keep looking our website Apart from this will give you the notification related to job like results, Callletter, Exam Study Materials, Current Affair etc. On our Website. Support us, Thank you.

Related Posts

Subscribe Our Newsletter